Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમાળીયાના નાના દહીંસરા ગામે સાત મકાનમાં તસ્કરો ત્રાટકયા

માળીયાના નાના દહીંસરા ગામે સાત મકાનમાં તસ્કરો ત્રાટકયા

મોરબી જિલ્લામાં કડકડતી ઠંડીમાં નિશાચરો સક્રિય બની તરખાટ મચાવી રહયા છે ત્યારે ગતરાત્રીના માળીયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ગામે ત્રાટકેલા તસ્કરોએ એક સાથે સાત મકાનને નિશાન બનાવી ચોરી કર્યાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ગામે તસ્કરોએ ગત રાત્રે તરખાટ મચાવી એક સાથે સાત બંધ મકાનના તાળા તોડી નાની મોટી માલમતાની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. ચોરીની આ ઘટનામાં તસ્કરોએ તમામ બંધ મકાનને નિશાન બનાવ્યા છે. જેથી મોરબી ખાતે રહેતા મકાન માલિકો આવે ત્યારે બાદ ચોરીમા શુ શુ ગયું છે તેની સાચી હકીકત બહાર આવશે. હાલ તો એક સાથે સાત મકાનમાં ચોરી થતા નાના એવા ગામમાં નિશાચરોના નાઈટ પેટ્રોલિંગથી લોકોમાં ફફડાટ મચી ગયો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments