Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં મારામારીના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મુકવા કોર્ટમાં આદેશ

મોરબીમાં મારામારીના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મુકવા કોર્ટમાં આદેશ

મોરબી પોલીસ સ્ટેશનમાં તા. ૧૯/૧૨/૨૦૦૪ ના રોજ ફરિયાદી ની એવી ફરિયાદ હતી કે આરોપીએ તેમના ભાઈ ના વહુ થતા હોય તેમને છુટાછેડા દીધેલ હોય જેનો ખાર રાખી આરોપી એ ધોકા વડે પડખામા મારે અને મુંઢ ઇજા પહોંચાડેલ તથા ચાકુ વડે નાક ઉપર ગંભીર ઇજા કરેલ અને લોહી નીકળેલ હોય. આરોપીએ ગુન્હો કરેલ હોવા બાબતે કાયદેસર તપાસ થવા ફરિયાદી એ ફરિયાદ આપેલ. જેથી મોરબી પોલીસે આરોપી વિરુદ્ધ આઈ.પી.સી ની કલમ-૩૨૩,૩૨૪ તથા બી.પી. એક્ટની કલમ-૧૩૫ મુજબ ના ગુન્હો નોંધી આરોપી ની ધરપકડ કરેલી. આ અંગે નો કેસ અત્રે ના મહે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જજ સાહેબની કોર્ટ મા શરૂ થયેલો. આરોપી વતી મોરબી જીલ્લા ના યુવા એડવોકેટ સુખદેવ આર. દેલવાણીયા રોકાયેલ.

આ કામે ફરિયાદી પક્ષે ફરિયાદી તથા અન્ય સાહેદો તથા પંચો તથા ડોક્ટર તથા તપાસ કરનાર અધિકારી વિગેરેની જુબાની લેવામાં આવેલી. તમામ પુરાવાના અંતે આરોપીના વકીલ દ્વારા દલીલ કરવામાં આવેલ કે આ કામે ફરિયાદ પક્ષે ફરિયાદ થી વિરુદ્ધનો અને વિપરીત હકીકત જણાવેલ છે. અને ફરિયાદી પક્ષે ફરી ગયેલ સાહેદ જાહેર કરવામાં આવેલ છે. અને આ કામ ના સગાઓ તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખિક પુરાવામા ફરિયાદ પક્ષના કેસ ને કે તેમના નિવેદનને સમર્થન આપેલ નથી. ઉપરોક્ત બાબતે બન્ને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષના એડવોકેટ સુખદેવ આર. દેલવાણીયા દ્વારા કેસના સંજોગો તથા કાયદાકીય જોગવાઈઓના આધારે ધારદાર દલીલ કરેલ. જે દલીલના આધારે ઉપરોક્ત કેસ મા નામદાર કોર્ટે આરોપી પક્ષ ના એડવોકેટ ની દલીલ માન્ય રાખી આરોપી ને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ હતો. આરોપી તરફે મોરબી જીલ્લા ના યુવા એડવોકેટ સુખદેવ આર. દેલવાણીયા રોકાયેલ હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments