Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના જાંબુડિયામાં મહિલા બુટલેગરનો દેશી દારૂ વેંચતા બે ઝડપાયા

મોરબીના જાંબુડિયામાં મહિલા બુટલેગરનો દેશી દારૂ વેંચતા બે ઝડપાયા

મોરબીના જાંબુડિયામાં મહિલા બુટલેગરનો દેશી દારૂ વેંચતા બે ઝડપાયા

મોરબી : મોરબી તાલુકાના ઔધોગિક વિસ્તારમાં કુખ્યાત મહિલા બુટલેગર માણસો રાખી દેશી દારૂનો વેપલો કરી રહી હોવાની બાતમીને આધારે મોરબી તાલુકા પોલીસે જાંબુડિયા ગામની સીમમાંથી આ કુખ્યાત મહિલાના બે માણસોને દેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી મહિલાને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે જાંબુડિયા ગામની સીમમાં કોમેન્ટ કારખાના સામે એક્સેસ મોટર સાયકલમાં દેશી દારૂનો જથ્થો છુપાવી કુખ્યાત મહિલા બુટલેગર યાસ્મિના ઉર્ફે આરતી સંજય અગેચણીયાના માણસો દેશી દારૂ વેચી રહ્યા હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરોપી યાસીન અબ્બાસભાઈ ખોડ અને નૂરઅલી મુસાભાઈ મકરાણી નામના શખ્સોને 16 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 3200 તેમજ 15 હજારના એક્સેસ સહિત કુલ 18,200ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. વધુમાં તાલુકા પોલીસે આ દરોડા બાદ આરોપીઓની કબૂલાતને આધારે મહિલા બુટલેગર યાસ્મિના ઉર્ફે આરતી સંજય અગેચણિયાને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments