Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મંગાવેલો 734 બોટલ દારૂ પકડાયો

મોરબીમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મંગાવેલો 734 બોટલ દારૂ પકડાયો

મોરબીમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મંગાવેલો 734 બોટલ દારૂ પકડાયો

એલસીબીએ બંધ મકાનમાંથી 1.55 લાખનો દારૂ પકડ્યો, બી ડિવિઝન પોલીસે 4 બોટલ દારૂ સાથે એકને પકડ્યો

મોરબી : મોરબી એલસીબી પોલીસ ટીમે થર્ટી ફર્સ્ટ દારૂની રેલમછેલ કરવા કુખ્યાત બુટલેગરે મંગાવેલ વિદેશી દારૂની 734 બોટલ એક બંધ મકાનમાંથી પકડી પાડી હતી.અન્ય એક દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂની ચાર બોટલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો

મોરબી એલસીબી ટીમે નવલખી રોડ ઉપર શ્રધ્ધાપાર્કમાં રહેતા કુખ્યાત બુટલેગર અંકિત અરુણભાઈ રાઠોડે વિદેશી દારૂનો મોટો જથ્થો બંધ મકાનમાં છુપાવ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડી પડતર મકાનમાંથી અંકિત રાઠોડે છુપાવેલ 734 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 1,55,608 કબ્જે કરી આરોપી અંકિત હાજર નહિ મળી આવતા ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
જ્યારે અન્ય એક દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે સેન્ટમેરી સ્કૂલ પાછળ રણછોડનગરમાં આવેલ જલારામ એપાર્ટમેન્ટમાં દરોડો પાડી આરોપી કિશન દિલીપભાઈ કાનાબારને રોયલ ચેલેન્જ બ્રાન્ડ દારૂની 4 બોટલ કિંમત રૂપિયા 2784 સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments