મોરબીના મચ્છુ માતાના મંદિરે નવરંગો માંડવો યોજાશે
મોરબી : મોરબીના દરબાર ગઢ ખાતે આવેલ આઈ શ્રી કોઠાવાળી મચ્છુ માતાજીના મંદિરે આઈ મચ્છો યુવા ગ્રૂપ મોરબી દ્વારા તા.1 જાન્યુઆરી એટલે નવા વર્ષના પ્રારંભે આઈ શ્રી કોઠાવાળી મચ્છો માતાના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં થાભલી રોપણ, સામૈયા, મહા પ્રસાદ, ડાકની રમઝટ સહિતના કાર્યક્રમો યોજાશે. આ ધાર્મિક કાર્યકર્મીનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.










