મોરબીમાં પોલીસ દમનના વિરોધમાં રીક્ષા ચાલકોએ રેલી કાઢી આવેદન આપ્યું
મોરબી : મોરબીમાં પોલીસ દમનના આક્ષેપ સાથે રીક્ષા ચાલકોએ પોલીસ સામે બંડ પોકાર્યું છે. કેટલાક સમયથી પોલીસની રિક્ષઓને ડિટેઇન કરવાની આડેધડ કાર્યવાહીનો રીક્ષા ચાલકો જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે. પોલીસના કહેવા મુજબ જેટલી શહેરમાં રીક્ષા ચાલે છે તેમાંથી 80 ટકા રીક્ષા ચાલકો પાસે લાયસન્સ નથી અને ઉપરથી ટ્રાફિક નિયમોનો ઉલાળીયો કરીને રીક્ષા ચાલકો મનમાની ચલાવે છે. આથી ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવી પડે છે. સામે પક્ષે રીક્ષા ચાલકોએ કહ્યું હતું કે, પોલીસ નિયમોની પીપુડી વગાડે છે તો મોટા વાહનો તેને કેમ દેખાતા નથી.આથી આ કાર્યવાહીના વિરોધમાં રીક્ષા ચાલકોએ રેલી કાઢી કલેકટરને આવેદન આપી પોલીસ દમન બંધ નહિ થાય તો રીક્ષાના પૈડાં થભાવી ઉગ્ર આંદોલન કરાશે.

મોરબીમાં ટ્રાફિકનું યોગ્ય રીતે નિયમન થાય તે માટે થયેલા દિવસોથી પોલીસ વિભાગ દ્વારા જુદા જુદા માર્ગો ઉપર સ્પેશિયલ ડ્રાઇવ કરવામાં આવે છે અને તે અંતર્ગત રિક્ષાચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી ને જેમાં મંજૂરી કરતાં વધુ પેસેન્જર બેસાડ્યા હોય ડોક્યુમેન્ટ ન હોય ફેન્સી નંબર પ્લેટ હોય વગેરે જેવી બાબતોને ધ્યાને લઈને પોલીસ વિભાગ દ્વારા રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી જો કે તેમાં કેટલાક રીક્ષા ચાલકોને આડેધડ મેમા દેવામાં આવ્યા હોય આજે મોરબી શહેરના સામાઠા વિસ્તારમાં પરશુરામ પોટલીના ગ્રાઉન્ડમાં રીક્ષા ચાલકો એકત્રિત થયા હતા અને તેઓને આડેધડ પોલીસ વિભાગ દ્વારા મેમા દેવામાં આવે છે તેવી ફરિયાદ સાથે પરશુરામ પોટલીના ગ્રાઉન્ડથી જિલ્લા કલેક્ટર કચેરી ખુદ સુધી રીક્ષા ચાલકો રેલી સ્વરૂપે ગયા હતા ને ત્યાં કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

તેમાં મોરબીના રીક્ષા ચાલકોએ જણાવ્યું હતું કે તેઓની રીક્ષા લોન ઉપર ચાલતી હોય છે અને દર મહિને રિક્ષાના હપ્તાને પરિવારનું ગુજરાત પરીક્ષા ઉપર જ ચાલતું હોય છે ત્યારે તેઓને આડેધડ જે મેમા દેવામાં આવે છે તેમ જ રીક્ષા ડીટેન કરીને 25,000 જેવા મેમાં દેવામાં આવતા હોવાથી રીક્ષા ચાલકો ની મુશ્કેલીમાં વધારો થાય છે અને થોડા સમય પહેલા જ કોઈ અશરફભાઈ નામના રિક્ષા ચાલકે ટેન્શનમાં આવીને જેરી દવા આપને તે કરવાનો પ્રયાસ કર્યો હતો આવા બનાવો ભવિષ્યમાં ન બને તે માટે થઈને રીક્ષા તાલુકો અત્યાચાર ગુજારવાનું બંધ કરવામાં આવે નહીં તો આગામી સમયમાં મોરબી જિલ્લાના તમામ ભિક્ષાચાલકો રીક્ષાઓ બંધ કરીને ઉગ્ર આંદોલન કરશે તેવી જિંદગી સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે










