Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા મોરબી પરશુરામધામ ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા મોરબી પરશુરામધામ ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા મોરબી પરશુરામધામ ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

મોરબી પરશુરામધામ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહસમાજનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ધોરણ 1 થી ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વિશેષ સન્માનમાં બ્રિજેશભાઈ પંડ્યાને મુખ્યમંત્રી દ્વારા ચંદ્રક મળતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ વિસ્મય ત્રિવેદી અને ડી.જી.મહેતા અમરેલી નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમના ઉદઘાટક પરશુરામધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, પ્રમુખ સ્થાન ડો.અનિલભાઈ મહેતા, અતિથિ વિશેષ શૈલેષભાઈ ભટ્ટ, નાયબ જીલ્લા વિકાસ અધિકારી મોરબી જલ્પાબેન ત્રિવેદી, જીલ્લા મહિલા બાળ અધિકારી મોરબી
છેલભાઈ જોશી, કે.સી. દવે, ચેતનભાઈ પંચોલી મોરબી જીલ્લા બ્રહ્મસમાજ પ્રમુખ ભરતભાઈ ઓઝા તેમજ સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના 12 જીલ્લાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા તેમજ ડી.જી.મહેતા મેનેજિંગ ટ્રસ્ટી તેમજ મોરબી માળિયા ના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોરબી લેહરું પરિવાર દ્વારા ભગવાન પરશુરામ દાદાને ધ્વજા ચડવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન દક્ષાબેન મહેતા દ્વારા કરવા માં આવ્યું હતું કાર્યક્રમને સફળ બનવા માટે અનિલભાઈ મહેતા, ભૂપતભાઈ પંડ્યા, નલિનભાઈ ભટ્ટ, હસુભાઈ પંડ્યા, ચિંતનભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ, દીપ પંડ્યા તેમજ પરશુરામધામના કાર્યકરો જોડાયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments