Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સિલિકોસિસ દર્દીઓ માટે ફિઝીયોથેરાપી કેમ્પ યોજાયો

મોરબીમાં સિલિકોસિસ દર્દીઓ માટે ફિઝીયોથેરાપી કેમ્પ યોજાયો

મોરબી: શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી- લક્ષ્મીનગર,મોરબી, શ્રી કે.કે. શેઠ ફિઝીયોથેરાપી કોલેજ-રાજકોટ અને પીપલ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના (PTRC) સહયોગથી સિલિકોસિસ દર્દીઓ માટે વિશેષ ફિઝીયોથેરાપી પુનર્વસન કેમ્પનું આયોજન શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝીયોથેરાપી-લક્ષ્મીનગર, કેમ્પસમાં તારીખ 1 જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવ્યો હતો.

જેમાં તમામ 40 દર્દીઓના પલ્મોનરી ફંક્શન ટેસ્ટ (PFT) કરાયા હતા અને તેમાં દરેક દર્દીઓ ને તેમના ફેફસાની કેપેસિટી અંગે માહિતી આપવામાં આવી હતી. આ કેમ્પમાં કે.કે. શેઠ ફિઝીયોથેરાપી કોલેજ-રાજકોટના સ્ટાફ તથા MPT વિદ્યાર્થીઓએ દર્દીઓની સારવાર અને માર્ગદર્શન માટે ભાગ લીધો હતો. તેમજ મોરબી સિવિલ હોસ્પિટલના ફિઝીયોથેરાપી વિભાગના ડૉ.હાર્દિક રાવલ પણ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ પણ યોગદાન આપ્યું હતું. આ કેમ્પમાં નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલી સારવાર અને માર્ગદર્શન સિલિકોસિસ પીડિત દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments