Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના ભલગામ નજીક ગેરકાયદે ખનીજ ભરેલા 6 ડમ્પર ઝડપાયા

વાંકાનેરના ભલગામ નજીક ગેરકાયદે ખનીજ ભરેલા 6 ડમ્પર ઝડપાયા

ખાણ-ખનીજ વિભાગ દ્વારા અંદાજે રૂ.2 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ

મોરબી : વાંકાનેરના ભલગામ પાસે ખાણ અને ખનીજ વિભાગે દરોડો પાડી 6 ડમ્પર પકડી પાડયા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા અંદાજે રૂ.2 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મોરબી જિલ્લા ભુસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેરની આકસ્મિક તપાસ(રેડ) કરવા અંગેની સુચનાને પગલે ક્ષેત્રીય ટીમ દ્વારા ઓનેસ્ટ હોટલ પાસે-ભલગામ, તા.વાંકાનેર પાસે ખાનગી વાહનમાં આસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન સાદી રેતી ખનીજ તથા સિલિકા સેન્ડ ખનીજનું બિન અધિકૃત વહન કરતા કુલ ૬  વાહનો સીઝ કરવામાં આવેલ હતા.

જેમા વાહન ડમ્પર નં. જીજે-૦૩-બીઝેડ-૧૯૯૧ ના માલીક ચંદ્રસિંહ ભગવતસિંહ રાઠોડ રહે.રાજકોટ  જીજે-03- બીવી-૭૧૯૯ ના માલીક ધાંધલ રાજુભાઈ સુરીંગભાઈ રહે. સુરેન્દ્રનગર  જીજે-૧૩-એડબલ્યુ-૯૯૬૭ ના માલીક ભાવેશભાઈ ધનજીભાઈ સોલંકી  જીજે-૧૩-એડબલ્યુ-૯૯૨૧ ના માલીક દેવાભાઈ સુરાભાઈ ખંભાળીયા રહે. રાજકોટ  જીજે-૧૩-એક્ષ-૭૩૫૧ ના માલીક મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ રહે. સુરેન્દ્રનગર  જીજે-0૩-બીઝેડ-૮૩૩૧ ના માલીકશ્રી પટેલ કન્સલ્ટન્ટ, રહે. રાજકોટ આ તમામ વાહનોને ખનીજનું બિન અધિકૃત વહન કરવા બદલ સીઝ કરી સંતકૃપા સ્ટોન ક્રશર ભલગામ ખાતે રાખવામાં આવેલ છે. આમ કુલ અંદાજીત ર કરોડનો મુદામાલ જપ્ત કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments