Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસંતવાણીમાં એકત્ર થયેલી રકમ સાસંદ વિનોદભાઈ ચાવડાએ ઘાસચારા માટે અર્પણ કરી

સંતવાણીમાં એકત્ર થયેલી રકમ સાસંદ વિનોદભાઈ ચાવડાએ ઘાસચારા માટે અર્પણ કરી

કચ્છ લોકસભાની ઉત્સવપ્રિય જનતાને દીપોત્સવ અને નુતન વર્ષની શુભકામના પાઠવવા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા પોતાના માદરે વતન ગામ સુખપર (રોહા) મધ્યે રામદેવજી મહારાજ મંદિર ચોકમાં સ્નેહ મિલન, પાટકોરી અને ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ.

ભવ્ય સંતવાણીમાં આ પ્રસંગે પધારેલ સ્નેહીજનો, શુભેચ્છકો, ભાજપના કાર્યકર્તાઓ, ગ્રામજનો, આસપાસના ગામો થી પધારેલ ભજનપ્રેમી જનતાએ ખુલ્લા દિલે કરેલ ગોરની રકમ સાંસદશ્રીએ આસપાસ ના ગામોમાં આવેલ ગૌશાળા અને પાંજરાપોળો, નીરણ કેન્દ્રમાં રોકડ અને ઘાસચારો અર્પણ કરેલ છે. જેમાં મુખ્યત્વે વરમસેડા, રોહા (સુમરી), ગંગોણ, સુખપર (રોહા) માનકુવા તેમજ અન્ય ૧૦થી ૧૨ ગામોમાં આવેલ ગોરની રકમમાં તેમના પરિવાર વતી ઉમેરો કરી ગૌ શાળા – પાંજરાપોળો માં વિતરણ કરેલ અને ગાયમાતા ની સેવા કરતી સંસ્થાઓ, કાર્યકરો, કામદારો ને બિરદાવ્યા હતા. સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, ગૌ સેવા, પાંજરાપોળો ને મદદરૂપ બનવાનું મને સૌભાગ્ય મળ્યું. ભવિષ્યમાં પણ હું આવા સેવા કાર્યો માટે સદૈવ કાર્યરત રહીશ તેમ જણાવતા સૌ નો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments