પિસ્તોલ આપનાર અલ્તાફ અને અન્ય બે શખ્સોને વોન્ટેડ જાહેર કરાયા, ગેરકાયદે હથિયાર સપ્લાયની મુળ કડી સુધી પહોંચવા તપાસ શરૂ
ટંકારા : ટંકારામાં આજે સ્ટેટ મોનીટરીંગ સેલે ત્રાટકીને એક શખ્સને ગેરકાયદેસર હથિયાર સાથે પકડી પાડયો છે. હવે એસએમસીએ હથિયાર વેચાણની મૂળ કડી સુધી પહોંચવાના પ્રયાસ હાથ ધર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ એસ.વી. ગલચરની ટીમે આજે ટંકારામાં પોલીસ લાઈન પાસે આવેલ મફતીયાપરામાં દરોડો પાડી રજાક ઉર્ફે કાળું હસનભાઈ મકવાણા રહે. મફતિયાપરાવાળાને એક પિસ્તોલ સહિત રૂ.41,830ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેની સામે ટંકારા પોલીસ મથકે કલમ 25(1)(બી)(એ), 29 અને જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધાવ્યો છે. વધુમાં આ શખ્સને હથિયાર વેચાણ કરનાર અલ્તાફ રહે. માળિયા અને બે અજાણ્યા શખ્સને પણ વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે એસએમસીની ટિમ ઓચિંતી ત્રાટકતા સમગ્ર વિસ્તારમાં આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે.












