Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના સભ્યોએ મહાનગરપાલિકાના કમિશનરની શુભેચ્છા મુલાકાત લીધી

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના સભ્યોએ મહાનગરપાલિકાના કમિશનરની શુભેચ્છા મુલાકાત લીધી

મોરબીની પ્રજાને યોગ્ય સુવિધા આપવામાં આવે તેવી રજૂઆત

મોરબી : 9 જાન્યુઆરીના રોજ આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ટીમ દ્વારા મોરબી મહાનગરપાલિકા ખાતે કમિશનર સ્વપ્રિલ ખરે સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી અને અભિનંદન પાઠવ્યા હતા.

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયા, મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ, મોરબી જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશભાઈ મગુનીયા, મોરબી જિલ્લા મહામંત્રી રમેશભાઈ સદાતીયા, મોરબી શહેર પ્રમુખ વિરજીભાઈ ચાવડા, જિલ્લા યુવા ઉપપ્રમુખ જૈનીથભાઈ ચડાસણીયા હાજર રહ્યા હતા. સાથે સાથે કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મોરબી નગરપાલિકા દ્વારા થયેલા ભ્રષ્ટાચાર અને નગરપાલિકાના હિસાબ પ્રજા સમક્ષ રજુ કરવામાં આવે અને મોરબી નગરપાલિકાને જનતા દ્વારા RTI કરવામાં આવતી હોય છતાં તેમની રજૂઆત ધ્યાને લેવામાં આવી નથી જે હવે મોરબી મહાનગરપાલિકા બની ત્યારે જનતાને યોગ્ય રીતે જવાબ મળે અને જે સુવિધાઓથી લોકો વંચિત રહ્યા છે તે તમામ સુવિધાઓ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી હતી..

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments