મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના નવા હોદેદારોની નિમણુંક
મોરબી : સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મોરબી જિલ્લાની વાર્ષિક સાધારણ સભા નવયુગ શૈક્ષણિક સંકુલ – વિરપર ખાતે યોજાઇ હતી. જેમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ જતીનભાઈ ભરાડ અને જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
જેમાં મોરબી જિલ્લાની કારોબારી સર્વાનુમતે નક્કી કરવામાં આવી. જેની સામાન્ય સભામાં બહાલી આપવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે નિલેશભાઈ કુંડારીયા, મંત્રી તરીકે હર્ષદભાઈ કાવર , ઉપપ્રમુખ બળદેવભાઈ સરસાવાડીયા અને દિલીપભાઈ ગઢિયાની વરણી કરવામાં આવી છે. તાલુકાના પ્રમુખોમાં મોરબી તાલુકામાં જીતુભાઈ વડસોલા, ટંકારા તાલુકામાં વિજયભાઈ ભાડજા, હળવદ તાલુકામાં ગીરીશભાઈ લકુમ, વાંકાનેર તાલુકામાં ઇદ્રીશભાઈ બાદીની વરણી કરવામાં આવી છે.
જતીનભાઈ ભરાડે સાંપ્રત પરિસ્થિતિ વિશે વિસ્તારથી વાત કરી, નવા પ્રમુખ સ્થાનેથી નિલેશભાઈ કુંડારીયા એ સર્વેનો આભાર માની મંડળને વફાદાર રહી કામ કરવાની ખાત્રી આપી જયારે પૂર્વ પ્રમુખ મનોજભાઈએ તેના કાર્યકાળમાં થયેલા કામની વાત કરી, નવી કારોબારીને તમામ પ્રકારે સાથ આપવાની વાત કરી. મંત્રીસ્થાનેથી હર્ષદભાઈ કાવરે સંગઠન સાથે રાખી વિશ્વાસપૂર્વક કાર્ય કરવાની ખાતરી આપી. સ્વાગત ઉદ્બોધન બાદીભાઈ તથા આભારવિધિ ગીરીશભાઈ લકુમે કરી હતી. તેમ યાદીમાં જણાવાયું છે.











