મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ તરીકે જાંબાજ,બાહોશ, સતત એક્ટિવ, પ્રવૃત્તિશીલ અને માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ચૂંટણી માં ઉત્કૃષ્ટ દેખાવ કરેલ એવા નિર્મલ વિદ્યાલયના સંચાલકશ્રી નિલેશભાઈ કુંડારીયાની બિન હરીફ વરણી કરવામાં આવી હતી. નવયુગ શૈક્ષણિક સંકુલ ખાતે મળેલી સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની મીટીંગમાં સર્વાનુમત્ર નિલેશભાઈ કુંડારીયાની પ્રમુખશ્રી તરીકે પસંદગી કરવામાં આવી હતી. નિલેશભાઈ કુંડારીયા ખૂબ જ નાની ઉંમરમાં એક સફળ શાળા સંચાલક તરીકે ઉભરી આવ્યા છે. સંચાલક મંડળના નાના-મોટા દરેક પ્રશ્નમાં નિલેશભાઈ ખડે પગે હાજર હોય છે. નિલેશભાઈને પ્રમુખ બનવા બદલ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબ, મેનેજિંગ ટ્રસ્ટી બલદેવભાઈ સરસાવડીયા તેમજ મેનેજીંગ ડિરેક્ટર નિલેશભાઈ અધારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ છે.











