Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેર નજીક હાઈવે ઉપર પીધેલી હાલતમાં કારમાં સ્ટંટ કરનાર શખ્સ ઝડપાયો

વાંકાનેર નજીક હાઈવે ઉપર પીધેલી હાલતમાં કારમાં સ્ટંટ કરનાર શખ્સ ઝડપાયો

વાંકાનેર નજીક હાઇવે ઉપર પીધેલી હાલતમાં કારમાં સ્ટંટ કરી રહેલા યુવકને પોલીસે ચેકીંગ દરમિયાન પકડી પાડી તેની સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢુવા ચોકડી પાસે વાહન ચેકિંગ કરતા દરમિયાન એક કાર ચાલક પોતાની કારના ડ્રાઈવર સાઈડના દરવાજામાથી પોતે ડ્રાઈવર સાઈડના દરવાજો ખોલી કારના ટોપ ઉપર બેસી જઈ જાહેર રસ્તા ઉપર સ્ટંટ કરતો જોવામા આવતા પોલીસે કાર ચાલક મયુરસિંહ ઉર્ફે નાગરાજ હરેશભાઈ અસવાર ઉ.વ.૨૬ રહે.જુના ઢુવા તા.વાંકાનેર વાળાને પકડી પાડ્યો હતો. આ શખ્સ કેફી પ્રવાહી પીધેલ હાલતમા પણ મળી આવતા તેની વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી કાર કબ્જે કરવામા આવેલ છે.

આ કામગીરીમાં પોલીસ.ઇન્સ. ડી.વી.ખરાડી, તથા સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. જે.કે.અઘારા તથા સી.ડી.ચાવડા તથા પો.હેડ.કોન્સ વિનેશભાઈ ખરાડી તથા પો.કોન્સ અજયસિંહ ઝાલા તથા પો.કોન્સ અશ્વિનભાઈ રંગાણી રોકાયેલ હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments