હળવદ તાલુકાની વેગડવાવ RMSA સરકારી માધ્યમિક શાળામાં વર્ગ -2 આચાર્ય રણજીતભાઇ ચાવડાના માર્ગદર્શન હેઠળ તથા શિક્ષકો માધુરીબેન માલવણીયા, કિરીટભાઈ ચૌહાણ તથા પ્રોજેક્ટના માર્ગદર્શક શિક્ષક ભાવેશભાઈ ડાંગરે સમગ્ર ટીમના સંકલનથી રાષ્ટ્રીય કક્ષાની 31મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ તારીખ 3 જાન્યુઆરીથી 6 જાન્યુઆરીના રોજ ભોપાલ મધ્યપ્રદેશ ખાતે યોજાયેલ હતી.
સમગ્ર ભારત દેશમાંથી 700 પ્રોજેક્ટ રજૂ થયા હતા. ગુજરાત રાજ્યમાંથી કુલ 22 પ્રોજેક્ટ રજૂ થયા હતા. જેમાં વેગડવાવ હાઈસ્કૂલનો ટોલ બુથ અથવા રોડ પર જતા વાહનો દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવું એ વર્કિંગ મોડેલ પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. જેમાં ટીમ લીડર રાઠોડ હિમાંશુ તથા રાઠોડ ધવલ બંને વિદ્યાર્થીઓની અથાગ મહેનતથી અમદાવાદ સાયન્સ સીટી ખાતે રાજ્ય કક્ષાએ પ્રોજેક્ટની પસંદગી થતાં ભોપાલ ખાતે રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું હતું. બંને વિદ્યાર્થીઓએ મોરબી જિલ્લામાં હળવદ તાલુકામાં વેગડવાવ હાઈસ્કૂલનું તેમજ વેગડવાવ ગામનું ગૌરવ વધાર્યું છે. આવી જ રીતે ઉત્કૃષ્ટ દેખાવ કરી ભવિષ્યમાં ઉતરોત્તર પ્રગતિ કરે તેવી સમગ્ર શાળાના સ્ટાફ વતી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.











