મોરબી એલસીબી ટીમે બેલા રંગપર ગામની સીમમાં સિસમ કારખાનાની સામેની દુકાનમાંથી 275 લીટર દેશી દારૂ સાથે તૌફિક ઉર્ફે ગુલામ હુસેન સુમરા, સાગર જયદીપભાઈ પંડ્યા અને ઈરફાન વાલીમામદ કટારીયાને પકડી પાડ્યા છે. આ સાથે અનવર ગુલામ હુસેન સુમરા, યાસમીન ઉર્ફે આરતી સંજયભાઈ અગેચણીયા અને ઈકો કાર ચાલકનું નામ ખુલતા તેની વિરુદ્ધ ગુનો દાખલ કતી શોધખોળ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.











