Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સામું જોવા બાબતે થયેલ બોલાચાલીમાં ધારીયા ઉડ્યા, ફરિયાદ નોંધાઇ

મોરબીમાં સામું જોવા બાબતે થયેલ બોલાચાલીમાં ધારીયા ઉડ્યા, ફરિયાદ નોંધાઇ

મોરબી શહેરમાં અગાઉ સામું જોવા જેવી નજીવી બાબતે થયેલ બોલાચાલીનો ખાર રાખી એક શખ્સે બે યુવાનો ઉપર ધારીયા વડે હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરીયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના પંચાસર રોડ ઉપર રહેતા અને ફ્રુટનો વેપાર કરતા ઝુબેર ઉર્ફે બબુડો મહેબૂબભાઈ માયક નામના યુવાને આરોપી શાહરુખ ઘાંચી રહે.મિલન પાર્ક વાવડી રોડ, મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, અગાઉ શાહરુખ સાથે સામે જોવા બાબતે બોલાચાલી થઈ હોય ગઈકાલે ફરિયાદી ઝુબેર તેમજ સાહેદ બાઈક લઈને જતા હતા ત્યારે લાતીપ્લોટમાં કાળુભાઈના ગેરજ પાસે આરોપી શાહરુખ ઘાંચી પોતાની સ્વીફ્ટ લઈને ધસી આવી ધારીયા વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments