Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદ ખાતે આવતીકાલે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

હળવદ ખાતે આવતીકાલે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

જિલ્લા રોજગાર વિનિમય કચેરી- મોરબી દ્વારા આવતીકાલે તારીખ ૨૧-૦૧-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે  પ્રા. વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ., સરા રોડ,  હળવદ ખાતે તાલુકા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને યોગ્ય ઉમેદવારો માટે પસંદગીની કાર્યવાહી હાથ ધરશે. ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક/ એસએસસી/ એચએસસી/ આઇટીઆઇ/ સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો ઉક્ત ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે.

તેથી ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડયાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડેટા વગેરે જરૂરી સાધનિક કાગળો સાથે સ્વ-ખર્ચે ભરતીના સ્થળે સુનિશ્ચિત સમય અને તારીખ પર અચુક ઉપસ્થિત રહેવું. આ ભરતી મેળામાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલા ઉમેદવારો પણ હાજર રહી શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી, મોરબીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments