મોરબીના વીસીપરા સ્મશાન નજીક બાઈકને એક હાથે પકડી ગોળગોળ ફેરવી સ્ટંટ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરનાર ફયાઝ નામના શખ્સને સીટી બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લઈ કાયદાનું ભાન કરાવી સ્ટંટબાજીનું ભૂત ઉતારી નાખ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરમા અવાર નવાર સ્ટંટબાજ શખ્સો અવનવા જોખમી સ્ટંટ કરી સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરતા હોય છે તેવામાં ગઈકાલે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ બાઇકને એક હાથે પકડી જોખમી સ્ટંટ કરનાર આરોપી ફયાઝ ઉર્ફે ઇરફાન જુમાભાઈ સમા ઉ.20 રહે.વીસીપરા, મિલની ચાલી વાળાને જીજે – 36 – એડી – 4360 નંબરના બાઈક સાથે ઝડપી લઈ કાયદાનું ભાન કરાવી સ્ટંટબાજીનું ભૂત ઉતારી નાખ્યું હતું.











