Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારાના લજાઈ નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

ટંકારાના લજાઈ નજીક વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

મોરબી જિલ્લામા ફરી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાટકી છે. લજાઈ ગામની સીમમાં હડમતીયા રોડ ઉપર દરોડો પાડી 180 પેટી જેટલો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામરીયાના વતન એવા ટંકારા તાલુકાના લજાઈ હડમતીયા રોડ ઉપર એસએમસીએ ફેકટરીના ગોડાઉન દરોડો પાડી અંદાજે 180 પેટીથી વધુ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. જો કે, એસએમસી દ્વારા દરોડા અંગેની સતાવાર વિગતો હજુ સુધી જાહેર કરાઈ નથી. ઉલ્લેખનિય છે કે, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે અગાઉ ટંકારામા કમ્ફર્ટ હોટલમા જુગારધામના તોડ પ્રકરણમાં ટંકારાના પ્રથમ પીઆઈને ઘરભેગા કર્યા બાદ તાજેતરમાં જ ગેરકાયદેસર હથિયાર અને નકલી ઓઈલ મામલે પણ દરોડો પાડી કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments