Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયા તાલુકામાં શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર

માળીયા તાલુકામાં શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર અસર

માળીયા મીં તાલુકામાં સ્કૂલોમાં શિક્ષકોની ઘટ હોવાથી બાળકોને શિક્ષણ મળતું નથી જેથી ગરીબ પરિવારોમાં સાક્ષરતા લાવવા માળિયા તાલુકામાં શિક્ષકોની ઘટ પુરી કરવા માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખે જીલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.

માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદિપભાઈ કાલરીયાએ જીલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે માળીયા તાલુકામાં શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ રહેલી છે. જેથી ગરીબ પરીવારના લોકો પોતાના સંતાનો તેમની માફક ગરીબી રેખા નીચે ન જીવે તેવા એક માત્ર આશયથી તેમના બાળકોને સરકારી સ્કુલોમાં અભ્યાસ અર્થે મોકલે છે. પરંતુ જો સ્કુલોમાં શિક્ષકોની જ ઘટ જોવા મળે તો સાક્ષરતા કેવી રીતે લાવી શકાય છે અને ગરબી પરીવારના લોકોને સાક્ષર કેવી રીતે બનાવી શકાય છે. તે એક ગંભીર પ્રશ્ન છે. જેથી માળીયા તાલુકામાં ગરીબ પરીવારમાં સાક્ષરતા લાવવા માટે તેમજ માળીયા તાલુકાને શિક્ષણક્ષેત્રમાં આગળ લાવવા જે જે ગામડાઓમાં શિક્ષકોની ઘટ છે તેવા તમામ ગામોમાં શિક્ષકોની ઘટ પુરી કરવા કોંગ્રેસ દ્વારા માંગ કરાઈ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments