Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદમાં રેઢી પડેલી કારમાંથી વિદેશી દારૂની 40 બોટલ ઝડપાય: 3.25 લાખનો મુદામાલ...

હળવદમાં રેઢી પડેલી કારમાંથી વિદેશી દારૂની 40 બોટલ ઝડપાય: 3.25 લાખનો મુદામાલ કબ્જે

હળવદ શહેરના મોરબી દરવાજે સ્થાનિક પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ કારને અટકાવવા પ્રયાસ કરતા પોલીસને જોઈ કાર ચાલકે દોટ મૂકી હતી. બાદમાં પોલીસે કારની તલાશી લેતા કારમાંથી 40 બોટલ દારૂ મળી આવતા પોલીસે કાર નંબરના આધારે પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના મોરબી દરવાજે પટેલ સમાજની વાડી પાસે શંકાસ્પદ કાર જોવા મળતા પોલીસ કાર ચેક કરવા જતા જીજે – 36 – એસી – 6175 નંબરની કારનો ચાલક નાસી ગયો હતો. બાદમાં રેઢી પડેલી કાર ચેક કરતા કારમાંથી વિદેશી દારૂની 40 બોટલ કિંમત રૂપિયા 25,640 મળી આવતા પોલીસે 3 લાખની કાર સહિત 3,25,640નો મુદ્દામાલ કબ્જે કરી કાર નંબરના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments