Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયાના વિરવિદરકા નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના કૌભાંડનો પર્દાફાશ

માળીયાના વિરવિદરકા નજીક ટેન્કરમાંથી ગેસ ચોરીના કૌભાંડનો પર્દાફાશ

એલસીબીએ ગેસનું ટેન્કર, ગેસ ભરેલા અને ખાલી બાટલા સહિત 56.40 લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી લીધો

મોરબી : મોરબી જિલ્લામા પોલીસની કડક કાર્યવાહી છતાં કોલસા ચોરી, ડીઝલચોરી અને ગેસચોરીનો સિલસિલો બંધ થવાનું નામ લેતો ન હોય ત્યારે વધુ એક ગેસ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે.જેમાં મોરબી લોકલ ક્રાઈમ બ્રાન્ચે માળીયા મિયાણા તાલુકાના વિરવિદરકા ગામના પાટિયા પાસે આવેલ પરંપરા હોટલના ગ્રાઉન્ડમાં ટેન્કરમાંથી ગેસ ચોરવાનું કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો અને મૂળ રાજસ્થાનના વતનીને 56.40 લાખના મુદ્દામાલ સાથે ટેન્કરમાંથી ગેસ ચોરી કરતા રંગેહાથે દબોચી લીધો હતો. દરોડા દરમિયાન ટેન્કર ચાલક અને બોલેરો ગાડીના ચાલક સહિત ત્રણ શખ્સ ફરાર થઇ ગયા હતા.

મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીને આધારે માળીયા મિયાણા તાલુકાના વિરવિદરકા ગામના પાટિયા પાસે આવેલ હોટલ પરંપરાના ગ્રાઉન્ડમાં દરોડો પાડી ગેસ ભરેલા ટેન્કરમાંથી ગેસના બાટલા ભરી ગેસ ચોરવાનું કૌભાંડ ઝડપી લઈ મૂળ રાજસ્થાનના વતની અને હાલમાં પરંપરા હોટલ ખાતે રહેતા સાજન સરીફખાન પઠાણને ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે જે ટેન્કરમાંથી ગેસની ચોરી કરવામાં આવતી હતી. તે જીજે – 12 – એયું – 6771 નંબરનું ટેન્કર કિંમત રૂપિયા 51,02,196, ગેસ ભરેલા બાટલા નંગ 12 કિંમત રૂપિયા 29,280, જીજે – 16 – ઝેડ – 3230 નંબરની બોલેરો ગાડી કિંમત રૂપિયા 5 લાખ, ખાલી ગેસના બાટલા નંગ 8 કિંમત રૂપિયા 40 હજાર, એન્ડ્રોઇડ મોબાઈલ કિંમત રૂપિયા 5000 તેમજ ઇલેક્ટ્રિક વજન કાટો અને રબબરની નળીઓ સહિત 56,40,160નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.મોરબી ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડતા ટેન્કર ચાલક, બોલેરો ચાલક તેમજ બોલેરો ચાલક સાથે રહેલો એક શખ્સ ફરાર થઇ ગયો હતો. હાલમાં પોલીસે ગેસ ચોરવાના આ કૌભાંડમાં પરંપરા હોટલ ખાતે રહેતા સાજન સરીફખાન પઠાણ નામના શખ્સને ઝડપી લઈ અને અન્ય ફરાર થયેલા ત્રણ આરોપીઓ સહિત તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવતા માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments