Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમિશન નવભારત ગુજરાત પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ તરીકે પ્રથમ અમૃતિયાની નિમણૂંક

મિશન નવભારત ગુજરાત પ્રદેશના યુવા મોરચાના પ્રમુખ તરીકે પ્રથમ અમૃતિયાની નિમણૂંક

મોરબી: મિશન નવભારત નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય પ્રમુખ રવિ ચાણક્યજી તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાનુભાઈ મેર દ્વારા મિશન નવભારત ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ તરીકે પ્રથમભાઈ કાંતિલાલ અમૃતિયાની નિમણૂંક કરવામા આવી છે. મોરબી માળિયાના લોકપ્રિય ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના પુત્ર પ્રથમ અમૃતિયાની નિમણૂંક થતાં તેમને ઠેર-ઠેરથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મિશન ભારત નરેન્દ્ર મોદી વિચાર મંચ વડાપ્રધાન મોદી સાહેબનું સંગઠન છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે કામ કરી રહ્યું છે. મિશન નવભારત નરેન્દ્ર મોદી વિચાર મંચને કુલ ચાર વિભાગ જેમકે પ્રદેશ વિભાગ, યુવા મોરચા વિભાગ, મહિલા મોરચા વિભાગ, આઇટી સેલ વિભાગ છે. જેમા પ્રથમ અમૃતિયાને ગુજરાત પ્રદેશ યુવા મોરચાની મહત્વની જવાબદારી સોંપવામાં આવતા તેમણે મિશન નવભારત નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય પ્રમુખ રવિ ચાણક્યજી તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાનુભાઈ મેરનો આભાર વ્યક્ત કર્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments