Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં લગ્ન પ્રસંગમાં ધારાસભ્ય સહિત, ગુજરાતી ફિલ્મ અભિનેતા જુનિયર નરેશ કનોડિયા અને...

મોરબીમાં લગ્ન પ્રસંગમાં ધારાસભ્ય સહિત, ગુજરાતી ફિલ્મ અભિનેતા જુનિયર નરેશ કનોડિયા અને હિતેન કુમારે હાજરી આપી

મોરબીમાં શુક્લ પરિવારના લગ્ન પ્રસંગે મોરબીના ધારાસભ્ય સહિત જુનિયર નરેશ કનોડીયા, જુનિયર હિતેન કુમાર, એક્ટર અનુરાધા ચૌહાણે, એક્ટર અમૃતા પરમારે હાજર આપી હતી.

મોરબીમાં ગઈકાલે મુકેશભાઈ ભગવાનદાસ શુકલ તથા મીનાક્ષીબેન શુકલની દિકરી પુનમબેનના લગ્ન રાજકોટ નિવાસી મનસુખભાઈ વાલજીભાઈ જોગેલના સુપુત્ર યશ કુમાર સાથે લગ્ન નિરધારેલ હતા. ત્યારે આ લગ્ન પ્રસંગમાં મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ હાજરી આપી હતી. સાથે જ ગુજરાતી ફિલ્મ અભિનેતા જુનિયર નરેશ કનોડિયા (લલિત મંડલી), જુનિયર હિતેન કુમાર (જેન્તીલાલ શુકલ), એક્ટર અનુરાધા ચૌહાણે, એક્ટર અમૃતા પરમારે સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે લગ્ન પ્રસંગમાં ગુજરાતી ફિલ્મ અભિનેતા જુનિયર નરેશ કનોડિયા તથા હિતેન કુમાર સાથે લોકો ફોટા પડાવતા જોવા મળ્યા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments