Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયાની નોટરી તરીકે નિમણૂંક

મોરબી બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ અગેચાણીયાની નોટરી તરીકે નિમણૂંક

મોરબી જિલ્લા બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ, કોળી સમાજના આગેવાન અને મોરબી જિલ્લાના વરીષ્ઠ વકીલ દિલીપભાઈ અગેચાણીયાની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

દિલીપભાઈ અગેચાણીયાની નોટરી તરીકે નિમણૂંક થતાં મોરબી જિલ્લાના વકીલ મંડળ ના તમામ હોદ્દેદારો અને સિનિયર તથા જુનિયર વકીલઓ અને તમામ રાજકીય આગેવાનો પત્રકાર મિત્રો અને પોલીસ મિત્રો દ્વારા ખૂબ સારી શુભકામનાઓ પાઠવવામાં આવી અને કોળી સમાજમાં એક જ પરિવારમાંથી બે બે વ્યક્તિઓ એટલેકે તેમના પુત્રવધુ પૂનમબેનની પણ ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણૂક થઈ હોય એવી આ પ્રથમ ઘટના છે. આથી કોળી સમાજ ખૂબ જ ગર્વની લાગણી અનુભવી રહ્યો છે અને શુભકામનાઓ પાઠવી રહ્યો છે. સંસદસભ્ય ચંદુભાઈ સિહોરા દ્વારા પણ દિલીપભાઈ અગેચાણીયાને વ્યક્તિગત રૂપે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. દિલીપભાઈ અગેચાણીયા હાલમાં મોરબી જિલ્લા પંચાયત સહિત અનેક સંસ્થાઓમાં અને લારસન એન્ડ ટર્બો તથા આર સી ઇન્ડસ્ટ્રીઝ (સોલાર) જેવી મોટી કંપનીઓમાં ચીફ લીગલ એડવાઈઝર તરીકે સેવા આપી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments