Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiબરવાળા ગામે બાકી વીજ બિલ ભરવાનું કહેતા બે વીજ કર્મચારીઓને લાફાવાળી કરી

બરવાળા ગામે બાકી વીજ બિલ ભરવાનું કહેતા બે વીજ કર્મચારીઓને લાફાવાળી કરી

મોરબી તાલુકાના બરવાળા ગામે બાકી વીજ બીલની ઉઘરાણી કરવા ગયેલા બે વીજ કર્મચારીઓને ફડાકા ઝીકી દેવામાં આવતા ફરજમાં રુકાવટ સહિતની કલમો મુજબ નોંધાયો છે.

મોરબી તાલુકાના બરવાળા ગામે વીજ ગ્રાહક જીવણભાઈ દેવાભાઈના વીજ બીલના પૈસા ભરવાના બાકી હોવાથી આસિસ્ટન્ટ લાઈનમેન ફરિયાદી સંજયભાઈ કેશવજીભાઈ વિલપરા રહે.હરિઓમ પાર્ક, મોરબી તેમજ સાહેદ વિદ્યુત સહાયક કનુભાઈ મોધાભાઈ મનાત વીજ બિલ ભરી દેવા માટે કહેવા જતા વીજ ગ્રાહક હાજર ન હોય આરોપી રણછોડભાઈ ઉર્ફે લાલો જીવણભાઈ ખાંભલા ઘેર હાજર હોય ઉશ્કેરાઈ જઈ ફરિયાદી સંજયભાઈને બે ત્રણ ફડાકા ઝીકી દઈ ફરજમાં રુકાવટ કરતા ઘટના અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments