Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લામાં ભાડેથી મિલક્ત આપી પોલીસને જાણ નહિ કરનાર 25 સામે જાહેરનામાં...

મોરબી જિલ્લામાં ભાડેથી મિલક્ત આપી પોલીસને જાણ નહિ કરનાર 25 સામે જાહેરનામાં ભંગ હેઠળ ગુન્હો દાખલ

મોરબી : સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે પહેલા ટંકારા બાદ મોરબીના શક્ત શનાળા નજીક ગોડાઉનમાં વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી લીધા બાદ શહેર અને જિલ્લા પોલીસ મકાન, ગોડાઉન ભાડે આપી પોલીસને જાણ નહિ કરવા મામલે તેમજ સીસીટીવી કેમેરા નહિ લગાવવા મામલે 25 અસામીઓ સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી હતી.

મોરબી જિલ્લામાં મિલકતો ભાડે આપવા, પરપ્રાંતીય શ્રમિકોની નોંધ રાખવા તેમજ સીસીટીવી કેમેરા અંગેનું જાહેરનામું અમલમાં હોવા છતાં અનેક અસામીઓ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાની અમલવારી નહિ કરી કાયદાનો ભંગ કરેલ હોવાથી આવા કિસ્સામાં મોરબી તાલુકા પોલીસે 9, સીટી બી ડિવિઝન પોલીસે 6, મોરબી સીટી એ ડિવિઝન પોલીસે 3, વાંકાનેર સીટી પોલીસે 3, વાંકાનેર તાલુકા પોલીસે 1, હળવદ પોલીસે 2 અને ટંકારા પોલીસે 1 કિસ્સામાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments