તાજેતરમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સુંદર સ્નેહમીલનનું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમ દરમ્યાન ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મેંગોપીપલ પરીવારના મનીષભાઈ રાઠોડનું સન્માન કરવામાં આવેલ. સ્નેહમીલનમાં હજારો વેપારીઓની જનમેદની હાજર રહેલી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મેંગોપીપલ પરીવાર છેલ્લા ૧૧ વર્ષથી ઝુપડપટ્ટી અને સ્લમ વિસ્તારોના બાળકો માટે સતત કાર્યશીલ સંસ્થા છે. સંસ્થા આવા બાળકો માટે ફ્રી એજ્યુકેશન ક્લાસ ચલાવે છે, હોશિયાર બાળકોને નજીકની શાળામાં બેસાડી તમામ ખર્ચ મેંગોપીપલ પરીવાર સંસ્થા ઉઠાવે છે.
ઉપરાંત મેંગોપીપલ પરીવાર દ્વારા શરુ કરાયેલ પ્રોજેક્ટ મુસ્કાન દ્વારા છેલ્લા ૭ વર્ષથી છેવાડાની બહેનો દીકરીઓને નિઃશુલ્ક સેનેટરી પેડ તથા નિઃશુલ્ક અંડરગારમેન્ટ પણ દર મહિને વિતરણ કરવામાં આવે છે. ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમીલનમાં પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી, રામભાઈ મોકરીયા, ભાનુબેન બાબરીયા, દર્શિતાબેન શાહ, મુંજકા પરમાનંદ સ્વામીજી, રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, તથા અન્ય તમામ હોદેદારો, સૌરાષ્ટ્ર ગુજરાતના અલગ અલગ ચેમ્બર્સના હોદેદારો, બહોળી સંખ્યામાં વેપારીઓ તથા મેંગોપીપલ પરીવારની સમગ્ર ટીમ ઉપસ્થીત રહેલી હતી.











