મહાઆરતી, કેક કટિંગ, શણગાર, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
મોરબી : સમગ્ર રાજ્યમાં કળયુગની જાગતી જ્યોત મા મેલડીના જન્મોત્સવની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન મોરબીમાં પણ વિવિધ મેલડી માતાજીના મંદિર ખાતે જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી.
ત્યારે શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં બિરાજમાન આવાસની જાગતી જ્યોત સમા આવાસની મેલડી માતાજીના મંદિર ખાતે મા મેલડીના જન્મોત્સવ નિમિત્તે મહાઆરતી, કેક કટિંગ, શણગાર તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ આવાસની મેલડી માતાજીના સાનિધ્યમાં માતાજીના ભુવા પ્રદીપભાઈ ચાવડાની રાહદારી હેઠળ મેલડી મંડળ દ્વારા માતાજી ના જન્મોત્સવ નિમિત્તે સાંજે 7 કલાકે માતાજીની મહાઆરતી, બાદ કુમારીકાઓના હસ્તે કેક કટિંગ, માતાજીનો શણગાર, અને રાત્રે મહાપ્રસાદનું આયોજન કર્યું હતું. આ ઐતિહાસિક પ્રસંગે બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક પ્રસંગોનો લાભ લીધો હતો. આવાસની મેલડી મંડળ દ્વારા દર રવિવારે બટુક ભોજન સાથે મહાપ્રસાદ પણ યોજવામાં આવી રહ્યો છે. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લે છે.












