Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની નાસ્તા ગલીમાં ગટરની ગંદકીથી આરોગ્યનું જોખમ

મોરબીની નાસ્તા ગલીમાં ગટરની ગંદકીથી આરોગ્યનું જોખમ

અવારનવાર રજૂઆતો કરી છતાં મહાપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ

મોરબી : મોરબીની નાસ્તા ગલીમાં ગટરની ગંદકીથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. આ મામલે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં મહાપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાની સ્થાનિકોએ રાવ કરી છે.

ગટરની સમસ્યા મામલે સ્થાનિકોએ જણાવ્યું હતું કે અહીં ગટરના પાણી ઉભરાઈ છે. લાઈટની પણ સમસ્યા છે. અહીં કોઈ જાતની સાફ સફાઈ થતી નથી. સફાઈ કામદારોની હાજરી એમનમ પુરાઈ જાય છે. મહાપાલિકામાં અવારનવાર રજુઆત કરી છે. અમુક અધિકારીઓએ તો નંબર પણ બ્લોક કરી દીધા છે. મહાપાલિકા અહીં તુરંત કાર્યવાહી કરાવે તેવી માંગ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments