Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયા (મી)ના ચાચાવદરડા ગામ નજીકથી ટેન્કરમાંથી ડીઝલની ચોરીનું કૌભાંડ ઝડપાયુ

માળીયા (મી)ના ચાચાવદરડા ગામ નજીકથી ટેન્કરમાંથી ડીઝલની ચોરીનું કૌભાંડ ઝડપાયુ

ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરનાર બે શખ્સોની ધરપકડ એક ફરાર: 43.74 લાખનો મુદ્દામાલ કબજે

માળીયા (મી) તાલુકામાં અગાઉ એસએમસીએ દરોડો પાડીને ડીઝલ ચોરીનું મોટાપાયે કૌભાંડ ઝડપી લીધા બાદ માળિયા તાલુકા પોલીસે બાતમી આધારે દરોડો પાડી માળિયા તાલુકાના ચાચાવદરડા ગામની સીમમાં બંધ પડેલા ફાર્મ હાઉસ સામેના ભાગમાં ઉભેલા ટેન્કરમાંથી ડીઝલની ચોરીના કૌભાંડને ઝડપી લીધું હતુ. આથી સ્થળ ઉપરથી પોલીસે ટેન્કરના ડ્રાઇવર તથા ક્લિનર ની ધરપકડ કરી અને 43,74, 650 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે પોલીસને જોઈને એક શખ્સ મુઠીઓ વાળીને ભાગી ગયો હતો.

માળીયાના ચાચાવદરડા ગામની સીમમાં બંધ હાલતમાં રહેલા ફાર્મ હાઉસની સામે ખરાબામાં ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે માળિયા તાલુકા પોલીસ સ્ટાફ બનાવ સ્થળે ત્રાટક્યો હતો.માળીયા તાલુકા પોલીસની રેડમાં ડીઝલ ચોરીના મોટાપાયે રેકેર્ટનો પર્દાફાશ થયો હતો. વધુ વિગતમાં માળીયા તાલુકાના ચાચાવદરડા ગામની સીમમાં ખરાબાની જગ્યામાં ટેન્કર નંબર આરજે 14 જીજી 3790 ઉભું રાખીને તે ટેન્કરની અંદર ભરવામાં આવેલ લાઈટ ડીઝલ ઓઇલની ચોરી કરવામાં આવતી હતી ત્યારે માળિયાના પીઆઇ આર.સી.ગોહિલ સહિતની ટીમે સ્થળ ઉપર રેડ કરી હતી અને ત્યારે ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરી રહેલ શખ્સોના હોશકોશ ઉડી ગયા હતા અને તકનો લાભ લઈને એક આરોપી દશરથભાઈ જસાભાઈ હુંબલ રહે. મોટી બરાર તાલુકો માળીયા (મી) વાળો નાસી છૂટ્યો હતો જોકે પોલીસે રેડ દરમિયાન સ્થળ ઉપરથી ટેન્કરના ડ્રાઇવર નવદિપભાઈ પુરણભાઈ દુકિયા (27) તથા ક્લિનર તારાચંદ હરલાલસિંહ દુકિયા (27)રહે હાલ બને મંડુલી હોટલ ખાવડી જામનગર મૂળ રહે. રાજસ્થાન વાળા ની ધરપકડ કરીને ડીઝલ, તેમજ ટેન્કર સહિત કુલ મળીને 43,74, 650 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments