Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaમાળીયામાં શિકાર વખતે ગોળી વાગતા એક વ્યક્તિનું મોત

માળીયામાં શિકાર વખતે ગોળી વાગતા એક વ્યક્તિનું મોત

માળીયા મિયાણા તાલુકાના વવાણીયા નજીક એક વ્યક્તિનું બંદૂકની ગોળી વાગવાથી મોત થતા મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડી તપાસ શરૂ કરવામાં આવી છે.આ ગંભીર બનાવમાં શિકાર કરવા જતાં સમયે બાઈક સ્લીપ થતા અકસ્માતે ગોળી છૂટતા યુવાનનું મૃત્યુ થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે પોલીસે હાલ બનાવમાં એક વ્યક્તિની પૂછતાછ શરૂ કરી છે. જો કે હજુ સુધી આ બનાવમાં ગુન્હો દાખલ થયો નથી.
જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના વવાણીયા નજીક ગત રાત્રીના સમયે બંદૂકની ગોળી લાગતા વસીમભાઈ ગુલમામદભાઈ પીલુડિયા ઉ.વ.38 નામના યુવાનનું મૃત્યુ નિપજતા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.

વધુમાં આ બનાવમાં હજુ ગુન્હો દાખલ કરાયો નથી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અને અન્ય લોકો શિકાર કરવા માટે જતા હતા ત્યારે બાઈક સ્લીપ થવાથી બંદૂકમાંથી ફાયરિંગ થતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હોવાનું અને સમગ્ર મામલે હાલમાં એક વ્યક્તિની પોલીસે પૂછપરછનો દૌર શરૂ કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments