Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવન વિક વન રોડ અંતર્ગત નટરાજ ફાટક અને વેજીટેબલ રોડ ઉપર દબાણ...

વન વિક વન રોડ અંતર્ગત નટરાજ ફાટક અને વેજીટેબલ રોડ ઉપર દબાણ હટાવવાનું શરૂ

અનેક ખાણી-પીણીના છાપરા તોડી પડાયા

મોરબી : મોરબીમાં વન વિક વન રોડ ઝુંબેશ હેઠળ આજે મહાપાલિકાનું બુલડોઝર ફરી સામાકાંઠે ચાલ્યું છે. જેમાં નટરાજ ફાટક અને વેજીટેબલ રોડ ઉપર દબાણ હટાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

મહાપાલિકા દ્વારા છેલ્લા ઘણા અઠવાડિયાથી વન વિક વન રોડ ઝુંબેશ હેઠળ શહેરના મુખ્ય રોડને દબાણ મુક્ત બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં આજે સામાકાંઠે નટરાજ ફાટક અને વેજીટેબલ રોડનો વારો લેવામાં આવ્યો છે. આ રોડ ઉપર સવારથી દબાણો ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ખાણી-પીણીના જે દબાણો હતા તેને તોડવામાં આવી રહ્યા છે.

આ મામલે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે આ રોડ ઉપર દબાણોનો કારણે રોડની પહોળાઇ ઘટી ગઈ હતી. દબાણો દૂર થતાં હવે રોડની પહોળાઈ વધશે અને ટ્રાફિકના પ્રશ્નો દૂર થશે. વધુમાં તેઓએ કહ્યું કે કેનાલ રોડ સહિતના રોડ મહાપાલિકાએ જે 24 રૂટ નક્કી કર્યા તેમાં આવે છે. 24 અઠવાડિયાનો કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. જેમાં દર અઠવાડિયે એક રોડ ઉપર દબાણ દૂર કરવામાં આવશે. અંતમાં મ્યુનિસિપલ કમિશનરે લોકોને અપીલ કરી હતી કે જો કોઈ કાચું કે પાકું દબાણ હોય તો મહાપાલિકા આજે નહિ તો કાલે દબાણ હટાવવાની જ છે. એટલે લોકો સ્વેચ્છાએ દબાણ હટાવે તો મહાપાલિકાને સરળતા રહેશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments