મોરબી : મોરબીમાં વારંવાર કારમાં આગ લાગવાના બનાવો બનતા હોવાની વચ્ચે ગત રાત્રે મોરબીના રામચોકમાં એક કારમાં અચાનક આગ ભભુકી ઉઠી હતી. રસ્તા પરથી પસાર થઈ રહેલી કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.ત્યારબાદ પાણીનો મારો ચલાવીને કારને કાબુમાં લેવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ કારના એન્જિનમાં આગ લાગી હોવાનું લાગી રહ્યું છે. આગમાં કોઈ પજાનહાનિ થઈ છે કે કેમ તે અંગે કોઈ જાણકારી મળી નથી. આગ લાગતાં કારમાં નુકસાન થવા પામ્યું હતું.












