Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે જરૂરી સૂચનો

ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે જરૂરી સૂચનો

2025ના વર્ષની બોર્ડની પરીક્ષા આવતી તારીખ 27 ફેબ્રુઆરી એ શરૂ થતી હોય તે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ એ પરીક્ષા પહેલા, પરીક્ષા દરમિયાન તેમજ પરીક્ષા પછી કઈ કઈ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ.

  • પરીક્ષા પહેલા
    ● ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડએ બધા વિષયો માટે પેપર સ્ટાઇલ બહાર પાડી છે, તેનો અભ્યાસ કરી અને તે પ્રમાણે પરીક્ષાની તૈયારી કરવી જોઈએ. વિભાગ પ્રમાણે તૈયારી કરવાથી તમે ઓછી મહેનતે વધુ ગુણ પ્રાપ્ત કરી શક્શો.

● સ્કૂલમાંથી હોલ ટીકીટ મળતા જ તેની ઝેરોક્ષ કરાવી અને અનેક સ્થળોએ તે આપી દેવી જેથી અચાનક પરીક્ષા સ્થળ પર હોલ ટીકીટ ખોવાતા આપણે જલ્દીથી નજીકના સ્થળે કોલ કરી અને જલ્દીથી મંગાવી શકીએ.

  • 3-4 પેન,પેન્સિલ,ઇરેઝર, શાર્પનર, સ્કેલ ટ્રાન્સપેરેન્ટ પાઉચમાં યાદ કરીને લઈ જાવું. બીજા પાસે કોઈ વસ્તુ માંગવી નહિ.

● ભૂતકાળના પ્રશ્નપત્રોની પ્રેક્ટિસ કરો.

● પરીક્ષા પ્રમાણે વિષયોનું ટાઈમ ટેબલ બનાવી વાંચન કરવાનું રાખવું.

● દર 2 કલાકે વિષય બદલાવવો જેથી કંટાળો ન આવે.

● વાચનં કરવા બેસો ત્યારે પાણીની બોટલ સાથે લઈને બેસો અને થોડી થોડી વારે પાણી પીતા રહો જેથી સમયનો બચાવ થાય અને તમને તાજગી મળતી રહે.

● થિયરી વિષયોમાં આગળના દિવસે પોઇન્ટ બુકમાથી વધુમાં વધુ પુનરાવર્તન કરવું, પોઇન્ટ બુક થિયરી વિષય ની તૈયારી માટે બનાવી શકાય જેમાં વ્યાખ્યા, મહત્વના પોઇન્ટ વગેરે ટંકૂ માં લખી એક્ઝામ માં છેલ્લી ઘડી એ યાદ કરી શકાય.

● પેપરની તૈયારી કરતી વખતે જે તે વિષય માં આવતી આકૃતિઓની ખાસ પ્રેક્ટિસ કરવી.

● પેપર લખતી વખતે સમયનું ધ્યાન પહેલેથી જ રાખવું જેથી પેપર સમયસર પૂરું કરી શકાય. સમયાનુસાર પ્રશ્નો ને પૂરતો ન્યાય મળી રહે તે ખાસ જોવું, જે પ્રશ્ન જેટલા માર્ક્સ નો છે તે પ્રમાણે કન્ટેન્ટ લખવું તથા તેટલો જ સમય ફાળવવો. જેથી કરીને સમયસર પેપર પૂરું કરી શકાય. છેલ્લી 10 મિનિટનો બફર ટાઈમ પેપર ચેક કરવા માટે રહે તેવો પ્રયત્ન કરવો.

● પુનરાવર્તન કરવું ખબૂ અગત્યનું છે.

  • પરીક્ષા દરમિયાન • પરીક્ષા વખતે દરેક પેપરમાં હોલ ટિકિટમાં જવાબવહી નંબર લખવા.અને સુપરવાઇઝરની સહી ભૂલ્યા વગર કરાવી લેવી.

● પેપર વાંચવા માટે જે ૧૫ મિનિટ મળે તેમાં એનાલિસિસ કરી લેવું કે કયો પ્રશ્ન / સેકશન વધુ ફાવે છે. પેપર જોઈને ટેન્શન લેવાથી જે ફાવે તેને પણ પૂરતો ન્યાય આપી શકાશે નહિ. એટલા માટે જ કોન્ફિડેન્સ થી પેપર ભરવું.

● પેપર સુંદર રીતે લખવું શક્ય હોઈ તેટલું સુઘડ અને સ્વચ્છ પેપર હશે તો પેપર ચેક કરવા વાળા પર તેની સારી અસર થશે.

  • દરેક સેક્શન નવા પેજ પર શરૂ કરવો. બે સેક્શનના પ્રશ્નો મિક્સ ન કરવા. જો કોઈ પ્રશ્ન રહી જાય તો બાદમાં લખી લેવો. તેના માર્ક્સ ગણાશે. બસ આપનો પ્રશ્ન છૂટે નહિ તે ધ્યાનમાં રાખવું.

● થિયરી પેપર માં મદ્દુાઓ તથા પોઈન્ટ્સ બનાવી જવાબ લખવા (શક્ય હોઈ ત્યા) અને છેલ્લી ૫ મિનિટે માં ઈમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ને પેન્સિલ થી લીટી દોરી હાઈલાઈટ કરી શકાય. પેપર માં રજૂઆત ખુબ અગત્યની હોય છે.

● પેપર માં જે ના ફાવે તેના માટે સમય પસાર કરી છેલ્લે સ્ટ્રેસ આવે તેવું ના કરવું લખવાની સ્પીડ છેલ્લે સુધી કાયમ રહે તે રીતે લખવું જેથી કરી ને દરેક પ્રશ્ન ને પૂરતો ન્યાય મળી રહે.

  • દરેક પ્રશ્ન લખાઇ જાય એટલે એને પેપરમાં હલકી રાઈટ ટિક કરતા જાઓ. છેલ્લી 15 મિનિટમાં ક્રોસ ચેક કરો કે કોઈ પ્રશ્ન લખવાનો છૂટી તો નથી ગયો ને? બાકી હોઈ તો પૂર્ણ કરો.

● પેપર માં બારકોડ/ ખાખી સ્ટીકર યોગ્ય રીતે લગાવાય ગયા છે તેની ચકાસણી પેપર સબમિટ થયા પેહલા કરી લેવી. સપ્લીનો ટોટલ કરી મૈન સપ્લી પર લખી લેવો.

● કોઈ પણ સંજોગમાં માં કોઈને જવાબ લખાવવા અથવા ચીટિંગ કરવી નહિ. જેટલું આવડે તેટલું લખો.

● આપણા માતા પિતાના સંસ્કાર ભૂલવા નહિ. મેહનત અને કર્મ સારા હોય તો પરિણામ સારું આવશે જ.

● પેપર પૂર્ણ થયા પછી તેની ચર્ચાઓ માં સમય વ્યર્થ ના કરવો. કોઈ પ્રશ્ન ન આવડે,છૂટી જાય તો તેની અસર બીજા પેપર પર ન પડે તે ધ્યાન રાખો. બીજા પેપર માં બમણા ઉત્સાહ થી તૈયારી કરી વધુ માર્ક્સ લેવાનો પ્રયાસ કરવો.

  • પરીક્ષા પછી

● પેપર જેવા ગયા તેના પર ધ્યાન આપી સમય વ્યર્થ કરવાથી કોઈ ફાયદો થશે નહિ. જીવન માં આગળ ઘણા અવસરો આવશે જ. આ જીવન ની એક માત્ર મહત્વની પરીક્ષા નથી. આગળ વધવા માટે કરિયર પ્લાનિંગ નો સુવર્ણ અવસર પરીક્ષા પછી નો સમય હોય છે.

● વિવિધ સ્તોત્રો થી માહિતી મેળવો. અલગ અલગ શૈક્ષણિક સેમિનારની મુલાકાત લઇ આગળ શું કરી શકાય તેની માહિતી લો.

● જીવન માં પ્લાનિંગ થી જેટલું ચાલસો તેટલું આગળ વધશો. ધાર્યું પરિણામ આવે તો બોવ સારું, ના આવે તો પણ ઘણા બધા માર્ગ છે જેના માટે કરિયર કોઉન્સેલલિંગ ખૂબ અગત્યનું છે.

અંતમાં માત્ર એટલું જ કહીશ કે મહાભારતમાં અર્જુનએ એક જ વાત પર ધ્યાન આપ્યું હતું પ્રેક્ટિસ, એકાગ્રતા, શિસ્ત અને લક્ષ્ય પર ધ્યાન. બસ એવી જ રીતે તમે પોતાના પર ભરોસો રાખી અને મહેનત કરશો તો જરૂરથી આપ પોતાનું ધાર્યું પરિણામ મેળવી શકશો.

  • આત્મવિશ્વાસ સાથે પેપર આપો.

All the best.💐💐💐💐💐

વિશાલ બરાસરા
પ્રખ્યાત ગણિત શિક્ષક.
પુરુષાર્થ ક્લાસિસ
અવની ચોકડી | બોની પાર્ક | આલાપ રોડ, મોરબી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments