મોરબી : મોરબીના જાણીતા એન્કર અને આર.બી. ન્યુઝના ફાઉન્ડર રવિ બરાસરાનો આજે જન્મદિવસ છે.બહુ જ ટૂંકાગાળામાં તેઓ સોશિયલ મીડિયામાં લોકપ્રિય બન્યા છે. દરેક વિડીયોમાં આગવા અંદાજમાં ન્યુઝ એકરીગ કરવા માટે પ્રત્યેક બચ્ચા બચ્ચામાં જાણીતા બન્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં નાના નાના પ્રશ્નોથી શરૂઆત કરીને આજે તેઓએ દરેકના પ્રશ્નોને આર. બી. ન્યુઝના માધ્યમથી વાચા આપીને લોકોના દિલ જીતી લીધા છે. તેઓના પ્રયાસથી આર.બી.ન્યુઝ થોડા જ સમયમાં લોકોના વિશ્વાસનું અતૂટ બંધન બની ગયું છે. આજે રવિ બરાસારાનો ધ્યેય ન્યુઝમાં સત્ય, સચોટ અને શોર્ટ એન્ડ સ્વીટ ન્યુઝ પીરસવાનો છે. જેથી લોકો આજના યુગમાં થોડા જ સમયમાં શક્ષિપ્ત માહિતી મેળવી શકે છે. આથી સત્યને હમેશા ઉજાગર કરતા રવિભાઈ બરાસરાને તેમના જન્મદિવસ પર દરેક ક્ષેત્રોના લોકો શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે.









