Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબીના તબીબના ઘરમાંથી રૂ.4.35 લાખની ચોરી

મોરબીના તબીબના ઘરમાંથી રૂ.4.35 લાખની ચોરી

સીટી એ ડિવિઝન પોલીસ મથકની નજીક વાઘપરામાં ચોરી કરી પોલીસને પડકાર ફેકતા નિશાચરો

મોરબી : મોરબી શહેરમા સીટી એ ડિવિઝન પોલીસ મથકની તદ્દન નજીક આવેલ વાઘપરા વિસ્તારમાં લીમડી પ્રસંગમાં ગયેલા દાતના ડોકટરના બંધ પડેલા મકાનમાં ગઈકાલે વહેલી સવારે અજાણ્યા તસ્કરોએ ખાતર પાડ્યું હતું. ડોકટરના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો 2.90 લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના સહિત 4.35 લાખની માલમતા ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મોરબી શહેરમાં ઉમિયા સર્કલ પાસે હેપી ડેન્ટલ ક્લિનિક ધરાવતા અને વાઘપરા શેરી નંબર 8માં રહેતા દાતના ડોકટર રવિભાઈ મોરારજીભાઈ કણઝારીયાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેઓ એક દિવસ માટે લીમડી પ્રસંગમાં ગયા હતા ત્યારે બંધ પડેલા મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરના તાળા તોડી કબાટની તિજોરીમાં રાખેલા રોકડા રૂપિયા 2.90 લાખ તેમજ 1.45 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી જતા પાડોશીએ તેમને જાણ કરતા ચોરી થયાનું માલુમ થતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે, જ્યા ચોરી થઈ છે તે ડૉક્ટરનું મકાન મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકથી ફક્ત 500 મીટરના અંતરે આવેલ હોવા છતાં તસ્કરે પોલીસને પડકાર ફેંકી વહેલી સવારમાં બંધ મકાનને નિશાન બનાવી 4.35 લાખની માલમતાની ચોરીને અંજામ આપ્યો હતો. હાલમાં પોલીસે ડો.રવિભાઈની ફરિયાદને આધારે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments