Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેર વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ, ચાલક ફરાર

વાંકાનેર વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ, ચાલક ફરાર

પાડધરા પાસે વાહન ચેકીંગમાં કાર ચાલક નાસી જતા મકતાનપર સુધી પીછો કરીને 131 બોટલ દારૂ કબ્જે કરી

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પાડધરા પાસે વાહમ ચેકીંગ દરમિયાન એક શંકાસ્પદ કારને રોકવા કોશિશ કરતા કાર ચાલકે કાર ભગાવી મુકતા પોલીસે કારનો પીછો કરતા કાર ચાલક મકતાનપર નજીક કાર રેઢી મૂકી નાસી જતા આ કારમાંથી પોલીસે વિદેશી દારૂની 131 બોટલ કબ્જે કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગતરાત્રીના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ પાડધરા નજીક વાહન ચેકીંગ કરતો હતો ત્યારે જીજે -3 – એમ આર – 4227 નંબરની કારનો ચાલક કાર હંકારી નાસી જતા પોલીસે પીછો કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન મકતાનપર નજીક મોકો મળતા કાર ચાલક કાર રેઢી મૂકી નાસી જતા પોલીસે કાર ચેક કરતા કારમાંથી વિદેશી દારૂની 131 બોટલ મળી આવતા પોલીસે રૂ.53469ની કિંમતનો દારૂ તેમજ રૂ.4 લાખની કિંમતની કાર સહિત રૂ.4,53,469નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

આ કામગીરીમાં પો.સબ.ઈન્સ. એલ.એ.ભરગા સાહેબ તથા એ એસ આઈ. ભરતભાઈ તથા પો.હેડ.કોન્સ કિર્તિસિંહ તથા પો.કોન્સ.અજયસિંહ તથા અશ્વિનભાઈ તથા વાસુદેવભાઈ રોકાયેલ હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments