Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહેલ્મેટ ન પહેરનાર સરકારી કર્મચારીઓ દંડાયા હેલ્મેટ પહેરનારને ગુલાબ આપી સન્માનિત કરાયા

હેલ્મેટ ન પહેરનાર સરકારી કર્મચારીઓ દંડાયા હેલ્મેટ પહેરનારને ગુલાબ આપી સન્માનિત કરાયા

મોરબી : મોરબીમાં આજે એસપી, કલેકટર અને જિલ્લા પંચાયત કચેરી બહાર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી છે. જેમાં હેલ્મેટ ન પહેરનાર અનેક સરકારી કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ ફરજીયાત હેલ્મેટ પહેરે તે માટે રાજ્યના પોલીસ વડા દ્વારા આજે રાજ્યભરમાં સરકારી કચેરીઓ બહાર હેલ્મેટ ડ્રાઈવ યોજવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે અન્વયે મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા આજે સવારે એસપી કચેરી, કલેકટર કચેરી અને જિલ્લા પંચાયત કચેરીના ગેટ પાસે હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. જેમાં થોડી જ કલાકમાં 30 જેટલા કર્મચારીઓ હેલ્મેટ વગર ટુ વ્હીલર લઈને આવતા તેઓને રૂ.500નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે જે સરકારી કર્મચારી હેલ્મેટ પહેરીને આવ્યા છે તેઓને ગુલાબ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments