Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મનપા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને જાહેરમાં ગંદકી બદલ 28 હજારથી વધુનો...

મોરબી મનપા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક અને જાહેરમાં ગંદકી બદલ 28 હજારથી વધુનો દંડ વસુલ કરાયો

મોરબી મહાનગરપાલિકા તંત્રના માર્ગદર્શન અનુસાર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ મોરબી શહેરમાં તારીખ ૧૦/૦૨/૨૦૨૫ થી ૧૩/૦૨/૨૦૨૫ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વપરાશકર્તાઓ તથા ગંદકી કરતાં આસામીઓ સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કુલ ૪ આસામી પાસેથી ૧૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું અને તેઓ પાસેથી રૂ.૧૦૨૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમજ જાહેર સ્થળો પર ગંદકી ફેલાવતા ૨૮ આસામી પાસેથી રૂ. ૧૭૩૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. તેમ ડેપ્યુટી કમિશ્નરશ્રી (પ્રોજેકટ), મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments