ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ પુર્વ સાસંદ મોહનભાઇ કુંડારીયા તથા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા તથા ભાજપ ટીમના અથાગ પ્રયત્નથી ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા માટે નુ અધતન સુવિધા સભર મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય “ શ્રી કમલમ -મોરબી નુ ભવ્ય નિર્માણ થઇ રહ્યુ છે
જીલ્લા ભાજપ કાર્યાલયના નિર્માણની કામગીરીને પ્રત્યક્ષ નિહાળવા તથા ઉત્સાહ વધારવા આજે ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી એ રુબરુ મુલાકાત કરી કાર્યકર્તાને અનુકુળ આઘુનીક સેવા સાથે કાર્યાલય નિર્માણ થાય એ માટે જરુરી સુચનો આપ્યા હતા















