Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહાનગરપાલિકા દ્વારા કેસરબાગ લાઇબ્રેરી અને કેસરબાગનું નવનિર્માણ કાર્ય હાથ ધરાયું

મોરબી મહાનગરપાલિકા દ્વારા કેસરબાગ લાઇબ્રેરી અને કેસરબાગનું નવનિર્માણ કાર્ય હાથ ધરાયું

મોરબી મહાનગરપાલિકા દ્વારા શાકમાર્કેટ અને કેસરબાગ ખાતે લાઈબ્રેરીનું સંચાલન કરવામાં આવે છે. જેમાં મોરબી-૨ માં આવેલ કેસરબાગ લાઈબ્રેરીમાં અત્યારે રેનોવેશનની કામગીરી ચાલી રહી છે. લાઈબ્રેરીની બહારની સાઈડ અને અંદરની સાઈડ પ્લાસ્ટર તેમજ લાઈબ્રેરીની અંદરની ડબલ ચાર્જ ટાઈલ્સ, ધાબા પર ચાઈના મોઝેકનું કામ ચાલી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં બંને લાઇબ્રેરીનો સમય સવારના 8 કલાકથી બપોરના 12 કલાક સુધીનો રહેશે. તેમજ સાંજના 4 કલાકથી 7 સુધીનો રહેશે. તેમજ લાઇબ્રેરીનું વાર્ષિક લવાજમ રૂ.100 જેટલું રહેશે. આ ઉપરાંત હાલમાં કેસરબાગમાં અન્ય જનરલ રેનોવેશનનું કામ જેમ કે કબિંગનું પ્લાસ્ટર વર્ક, ખરાબ બાંકડાનું રીપેરીંગ કામ, ગેટ રેનોવેશન, પેવર બ્લોક રીપેરીંગનું કામ તેમજ કમ્પાઉન્ડ વોલનું રીપેરીંગ કામ ચાલી રહ્યું છે.

મોરબી શહેરની જાહેર જનતા લાઇબ્રેરીનો મહત્તમ ઉપયોગ કરે, મોરબી મહાનગરપાલિકાને લાઇબ્રેરી માટે મહત્તમ લવાજમ મળે જેથી લાઇબ્રેરીનો વધુ વિકાસ થાય, મોરબીની જનતા લાઇબ્રેરીના પુસ્તકનો વધુ ઉપયોગ કરે તેમ મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ નગરજનોને અપીલ કરવામાં આવી છે. તેમ નાયબ કમિશનરશ્રી, મોરબી મહાનગરપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments