Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારા પોલીસ દ્વારા મહિલા સ્વરક્ષણ અંગેની તાલીમનું પ્રદર્શન યોજાયું

ટંકારા પોલીસ દ્વારા મહિલા સ્વરક્ષણ અંગેની તાલીમનું પ્રદર્શન યોજાયું

મોરબી: પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર રાજકોટ રેન્જ, રાજકોટ તથા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી મોરબી જિલ્લનાઓની સુચના મુજબ મહીલા અને બાળકો વિરૂધ્ધ બનતા બનાવો અટકાવવા સુચના કરેલ હોય, જેથી નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા વાંકાનેર વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.છાસીયા ટંકારા પો.સ્ટે.નાઓ દ્વારા મહીલા અને બાળાઓને સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ તાલીમનું આયોજન ટંકારા ઓરપેટ કન્યા વિધ્યાલય ખાતે કરવામાં આવેલ જેમાં 15 દિવસની તાલીમ સ્વરક્ષણ ટેકનીક તથા કરાટેની તાલીમ આપવામાં આવેલ જેનો સમાપન કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.

આ કાર્યક્રમમાં ટંકારા વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ સાથે, ટંકારા વિસ્તારના આગેવાન જિલ્લા પંચાયતના સદસ્ય અશોકભાઈ ચાવડા, તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદભાઇ માંડવીયા, કીરીટભાઇ અંદરવા, જીતેન્દ્રભાઇ ગોસરા, સદસ્ય સલીમ અબાણી, બાલાશ્રમના પ્રભુભાઈ કડીવાર, ઓરપેટ કન્યા વિધ્યાલયના ગોપાલભાઈ રતનપરા, ઉધ્યોગપતી અક્વિનભાઇ ભટાસણા, રાજુભાઇ સવસાણી, બળવંતભાઇ દેત્રોજા, આગેવાન રસીકભાઇ દુબરીયા, સામાજીક અગ્રણીશ્રીઓ તેમજ રીટાયર્ડ આર્મીમેન, ટંકારા વિસ્તારની પ્રતિષ્ઠીત સ્કુલના પ્રિન્સીપાલશ્રીઓ, પોલીસ મિત્રો ટંકારા શહેરના ભાઇઓ અને બહેનો અને ગાયત્રી શાળા અને ઓરપેટ કન્યા વિધ્યાલયની બાળાઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ કાર્યક્રમમાં ઓરપેટ કન્યા વિધ્યાલયની દિકરીઓ દ્વારા કરાટે, ટેકનીકના વિવિધ ડેમો રજુ કરવામાં આવેલા, ઉપરાંત સ્વરક્ષણમાં દુપટ્ટાનો ઉપયોગ કેમ કરવો તે લાઇવ ડેમો આપી સમજાવવામાં આવેલ ઉપરાંત પોલીસ બાલ્યાવસ્થામાં માં-બાપા પરીવારની છત્રછાયા ગુમાવી દીધેલા બાળકોને એમની માંગણી મુજબ શાળા બેગ, અને કીટ હાજર મહાનુભાવોના હસ્તે અર્પણ કરી ટંકારા પોલીસ દ્વારા સંવેદના વ્યકત કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં પધારેલ તમામ વિદ્યાર્થીઓને મોડલ પોલીસ તરીકે ટંકારા પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવેલ અને પોલીસ સ્ટેશનની કામગીરીથી માહીતીગાર કરવામાં આવેલ ઉપરાંત પોલીસ હેડકવાર્ટર દ્વારા આનીક પોલીસ હથીયારના પ્રદર્શન યોજવામાં આવેલ જેમાં પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.ચૌહાણ સાહેબ દ્વારા ડેમો આપી તમામ હથિયારની માહીતી આપવામાં આવેલ તેમજ સી ટીમની કામગીરી વિશે મહીલા પોલીસ ઇન્સ્પેકટર પી.એચ.લગધીરકા સાહેબ દ્વારા તથા ટ્રાફીકના નિયમો તથા નવા કાયદાઓ વિશે ટ્રાફીક પોલીસ ઇન્સ્પેકટર એચ.વી.ઘેલા દ્વારા માહીતી આપવામાં આવેલ તથા સાઇબર ક્રાઇમના બનાવો અટકાવવા માટે સાયબર ટીમ દ્વારા માહીતી આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં પ્રથમ વખત એન.સી.સી. ની બાળાઓ દ્વારા કાર્યક્રમમાં પરેડ કરવામાં આવેલ જેને હાજર તમામ લોકોએ તાળીઓથી ઉત્સાહ વધારવામાં આવેલ બાદ કાર્યક્રમના અંતે તમામ સારૂ ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments