ટંકારા : ટંકારા તાલુકાના સાવડી ગામની સીમમાં વાડીમાં ખેતમજૂરી કરતા ખજાનભાઇ ભીમસિંહ રાઠવાનો દસ વર્ષનો પુત્ર શૈલેષ વાડીએથી સ્કૂલે જતો હતો ત્યારે સાવડીથી ઓટાળા વચ્ચે આવેલા પેટ્રોલ પમ્પ પાસે જીજે – 03 – જેએલ – 6392 નંબરની કારના ચાલકે હડફેટે લઈ અકસ્માત સર્જતાં શૈલેષ રાઠવા નામના બાળકનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે શૈલેશના પિતા ખજાનભાઈએ ટંકારા પોલીસ મથકમાં જીજે – 03 – જેએલ – 6392 નંબરની કારના ચાલક નવનીતભાઈ વેલજીભાઈ બોડા રહે.ધ્રોલ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.










