પડધરી વિસ્તારમાં ઉદ્યોગકારો તથા પાર્ટીના સંગઠન તથા કાર્યકર્તાઓની રજૂઆતને ધ્યાને લઇ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈને રજૂઆત કરતા ઉર્જા વિભાગ દ્વારા પડધરી તાલુકામાં પી.જી.વી.સી.એલ. નું એક સબ ડીવીઝન હતું અને બીજું સબ ડીવીઝન મંજુર કરવામાં આવેલ છે. તે બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનો અભાર વ્યક્ત કર્યો છે.











