Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સાસરિયાના ત્રાસથી કંટાળી જમાઈનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીમાં સાસરિયાના ત્રાસથી કંટાળી જમાઈનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી : મોરબીના વીસીપરા વિસ્તારમાં નળિયાના કારખાનમાં રહેતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વતની યુવાનના દોઢ વર્ષ પૂર્વે લગ્ન થયા બાદ પત્ની રિસામણે જતી રહી હોય તેમજ યુવાનના સાસુ અને સાળા ફોન કરી ગાળો આપી ધમકી આપતા યુવાનને લાગી આવતા આપઘાત કરી લેતા આ બનાવમાં મૃતક યુવાનના માતાની ફરિયાદને આધારે યુવાનના હસનપર વાંકાનેર રહેતા સાસુ અને સાળા વિરુદ્ધ મરવા મજબુર કરવા અંગે ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ સૌરાષ્ટ્ર નળિયાના કારખાનામાં ઓરડીમાં રહેતા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રાજચરાડી ગામના વતની રાજેશભાઇ કાંતિભાઈ સોલંકી ઉ.22 નામના યુવાને ગઈકાલે પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ બનાવ અંગે મૃતકના માતા ગીતાબેન કાંતિભાઈ સોલંકીએ પોલીસ સમક્ષ વિગતો જાહેર કરી પોતાના પુત્રને મરવા મજબુર કરનાર યુવાનના સાળા દેવાભાઈ જગદીશભાઈ ડાભી તેમજ સાસુ હંસાબેન જગદીશભાઈ ડાભી રહે.બન્ને હસનપર, વાંકાનેર વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગીતાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, મૃતક રાજેશભાઈના દોઢ વર્ષ પૂર્વે પૂજાબેન જગદીશભાઈ ડાભી સાથે લગ્ન થયા હતા અને પૂજાબેન રિસામણે ચાલ્યા ગયા બાદ અવાર નવાર તેડવા જવા છતાં સાસરિયા મોકલતા ન હોવા ઉપરાંત સાળો દેવાભાઈ અને સાસુ હંસાબેન બીજું મકાન લેવા દબાણ કરી રાજેશભાઈને ગાળો આપી ધમકી આપતા હોવાથી તેમના પુત્ર રાજેશભાઈએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસે મૃતકના સાસુ અને સાળા વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments