Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારામાં આવતીકાલે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

ટંકારામાં આવતીકાલે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

મોરબી: જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આવતીકાલે તારીખ ૨૮-૦૨-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકના આઇ.ટી.આઇ. સંસ્થા, રાજકોટ-મોરબી હાઇવે, રામદેવ પીરના મંદિરની બાજુમાં, ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉક્ત ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી હાથ કરશે. તેથી ખાનગી ક્ષેત્રમાં નોકરી મેળવવા ઈચ્છુક, નોન મેટ્રીક/એસએસસી/એચએસસી/આઇટીઆઇ/સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા ૧૮ થી ૩૫ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડયાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફસ, આધારકાર્ડની નકલ, જોબ બાયોડાટા વગેરે જરૂરી સાધનિક કાગળો સાથે સ્વ-ખર્ચે અત્રે જણાવ્યા અનુસાર ભરતીના સ્થળે નિયત સમય અને તારીખના રોજ અચુક ઉપસ્થિત રહેવું. ઉલ્લેખનીય છે કે, જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલા ઉમેદવારો પણ અત્રેના કાર્યક્રમમાં હાજર રહી શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી, મોરબીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments