Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની એલ. ઈ. કોલેજમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાશે

મોરબીની એલ. ઈ. કોલેજમાં તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાશે

મોરબી : લેન્કો એલમની એસોસિયેશન દ્વારા લખધીરસિંહજી એન્જિનિયરીંગ કોલેજ મોરબી ખાતે 14મો ગોલ્ડ મેડલ એવોર્ડ સમારોહ યોજાશે.

લેન્કો એલમનિ એસોસિયેશન દ્વારા લખધીરસિંહજી એન્જિનિયરિંગ કોલેજ, મોરબી ખાતેથી તાજેતરમાં અભ્યાસ પુર્ણ કર્યો છે તેવા તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમણે પોતાના વિષયમાં કે બ્રાન્ચમાં ટોપ કર્યું છે તેમને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવા આગામી તારીખ 5 માર્ચ 2025 ને બુધવારના રોજ 14મા ગોલ્ડ મેડલ એવોર્ડ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ સાથે લખધીરસિંહજી એન્જિનિયરીંગ કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થીઓના ગેટ ટુ ગેધરનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન પી.એસ.પી. પ્રોજેક્ટસ પ્રા.લિ.ના પ્રહલાદભાઈ પટેલ છે. જેઓ પણ આ કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થી છે.

ઉપરાંત લેન્કો એલમની એસોસિયેશનના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અને હર્ષા એન્જિનિયર્સના મેનેજીંગ ડીરેકટર હરીશભાઈ રંગવાલા તથા એલ.ઈ. કોલેજ મોરબીના પ્રિન્સીપાલ ડો. આર. કે. મેવાડા કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી પ્રસંગની શોભા વધારશે.

દેશ વિદેશમાં વસતા એલ. ઈ. કોલેજના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ આ તકે પોતાની માતૃસંસ્થા ખાતે જુના સંસ્મરણો તાજા કરવા અને કોલેજ કાળના મિત્રોને મળવા ખુબ જ ઉત્સાહથી આવશે એવું સંસ્થાના સેક્રેટરી એન આર હુંબલ અને જયદેવ શાહ દ્વારા જણાવાયું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લેન્કો એલમની એસોસિયેશનના પ્રેસિડેન્ટ અમૃત મેનપરા તથા હસમુખ ઉભડીયા, પરેશ પટેલ સહિતના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments